Shri Vardhaman Shakrastav - Gujarati
Shakrastav : “Arihant” ka Anaahat Naad
શક્રસ્તવ એટલે…
‘અહં’ની સ્મશાનયાત્રા… ‘અર્હં’ની સદ્ગુણયાત્રા…
‘ શક્ર’નું સદ્ભાવ શિખર… ‘સ્તવ’નું શબ્દ શિખર…
અનંત ગુણના સ્વામી એવા પ્રભુના 273 ગુણોની પ્રસ્તુતિ દ્વારા અરિહંતના બાહ્ય-અભ્યંતર સ્વરૂપનો પરિચય એટલે શક્રસ્તવ.
Sampadak : Muni Shri Dhananjay Vijayji Maharaj
Language : Gujarati
Brief Description
♦ આ પુસ્તકની વિશેષતાઓ ♦
• મૂળ સ્તોત્રમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરવામાં આવી છે.
• દરેક પદનો ‘‘નમન હો’ ‘ વાક્ય સાથે અર્થ લખવામાં આવ્યો છે.
• સામાન્ય જન પણ બોધ પામે તેવા આશય સાથે ભાવાનુવાદ કરવામાં આવ્યો છે.
• પ્રાયઃ દરેક પદના અર્થમાં પ્રભુના માટે હૃદયમાં સ્પંદન ઉત્પન્ન કરે તેવા વિશેષણો લખ્યા છે.
• અર્થના નિર્ણય માટે શક્રસ્તવની ૭-૮ પુસ્તકો તેમજ ભગવદ્ ગોમંડલ જેવા અનેક કોશોનો આધાર લેવામાં આવ્યો છે.
• આ પુસ્તકની ખૂબ જ સુંદર અને માર્મિક પ્રસ્તાવના પૂજ્યપાદ સરસ્વતી લબ્ધપ્રસાદ પ્રતિબોધક આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ લખી છે.
• આ પુસ્તકમાં અભિષેક વિઘાન પણ ખૂબ સરળતાપૂર્વક સમજાવવામાં આવ્યું છે.
• અભિષેક વિધાન તથા જળયાત્રા વિધાન માટે અનેક પ્રતોમાંથી સંશોઘન કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
• અભિષેક પૂર્વે કરવા યોગ્ય ‘‘જળયાત્રા વિધાન’’ની મુદ્રા સહિત પૂર્ણ વિધિ આ પુસ્તકમાં સમજાવવામાં આવી છે.
• અભિષેક પૂર્વેની… અભિષેક દિવસની… તથા અભિષેકના સમાપનની જરૂરી સૂચનાઓ પ્રકાશિત કરવામાં આવી છે.
• પ્રભુના ગુણો ઉપર 11 હૃદયસ્પર્શી – સંવેદનશીલ પ્રાર્થનાઓ આ પુસ્તકમાં છે.
• મલ્ટીકલર – આર્ટ પેપર પ્રિન્ટિંગ તેમજ હાર્ડ બાઉન્ડ બાઇન્ડિંગમાં આ પુસ્તક છપાયું છે. જેથી લાંબા સમય સુધી પુસ્તક ઉપયોગી બની રહે.